ટંકારા : 21 જૂન, 2025 ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમૂહ યોગ કાર્યક્રમ લતીપર ચોકડી નજીક આવેલી એમ. પી. દોશી વિદ્યાલય ખાતે યોજવામા આવ્યો હતો. આ વર્ષની થીમ 'યોગ ફોર હાર્મની એન્ડ પીસ' અન્વયે, યોગના મહત્વ અને તેના શારીરિક તેમજ માનસિક લાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. જેમાં યોગ બોર્ડની કાબીલ ટીમે સવિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.