મામલતદાર કેતન સખિયાએ ધ્વજવંદન કરી સલામી આપી ટંકારા : સજ્જનપર ગામે મામલતદાર કેતન સખિયાના હસ્તે 74મા ગણતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી . આ પ્રસંગે પોલીસ પરેડ, રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને સંબોધન, શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ટંકારા પોલીસ હોમગાર્ડ, જીઆરડી જવાનો દ્વારા પરેડ યોજાઇ હતી. જેનુ નિરીક્ષણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલ.તેઓએ દારૂ જુગાર સહિતની કુટેવો ઉપર રાષ્ટ્ર ઉપયોગી સંબોધન કર્યું હતું આ તકે થાણા અમલદાર એચ.આર. હેરભા, નાયબ મામલતદાર, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ રાજકીય અગ્રણીઓ પ્રભુ કામરીયા, અશોકભાઈ ચાવડા, સજ્જનપર ગામના મહિલા સરપંચ રીનાબેન જાદવ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકાવાસી ઉપસ્થિત રહ્યા હતા.