ટંકારા : આવતીકાલે તારીખ 15મી ઓગસ્ટના રોજ દેશના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ટંકારા તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વિરપર ગામે કરવામાં આવશે. સવારે 9 વાગ્યે વિરપર ગૌશાળા ગ્રાઉન્ડ ખાતે ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ ટંકારાના મામલતદાર પી.એન. ગોરના હસ્તે યોજાશે. તો આ તકે સૌને હાજર રહેવા નિમંત્રણ પાઠવાયું છે.