લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા કાર્યકર્તાઓને હાકલ કરતા ધારાસભ્ય ટંકારા : આજરોજ ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી જેમાં ખેડૂતોની વ્યથા અને ઓછા વરસાદ બાબતે ચિંતા વ્યક્ત કરી આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, બેઠકમાં પ્રમુખની કામગીરીને બિરદાવવામાં આવી હતી બેઠકમાં ધારાસભ્ય, નિરીક્ષક અને કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલા રામાપીરના મંદિર ખાતે આજે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી હતી જેમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓના ભાગરૂપે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી સાથે - સાથે ટંકારા બેઠક ઉપર વિજય અપાવનાર પૂર્વ સંગઠન પ્રમુખ વિનુભાઈ કાસુન્દ્રા ની કામગીરીને બિરદાવી હતી તો નવા પ્રમુખ તરીકે ભુપત ગોધાણી ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના જાગૃત કાર્યકર વસીમભાઈ એ ટંકારા વેપારીના અકસ્માત સમયે કરેલ કામગીરીની પ્રસશા કરી હતી ૬૬ ટંકારા - પડધરીના ધારાસભ્ય કારોબારીના ઉપસ્થિત રહેલા ખેડૂત આગેવાન અને કોંગ્રેસના અગ્રણી વાઘજીભાઈ તરફેણમાં ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો અને નાફેડ વિરુદ્ધ સરકારના વલણની આકરી ટીકા કરી સાચી દિશામાં તપાસ કરવા ટકોર કરી હતી. કારોબારી બેઠકમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા, ટંકારા ધારાસભ્ય, ટંકારા બેઠકના નિરીક્ષક મનોજભાઈ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા અને તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન અશોકભાઈ સંધાણી સહિત ચુટાયેલ સભ્યો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28796,28797']