ખેડૂતોની સંમતિ વિના વીજ થાંભલા ન નાખવા અને જમીનની બજાર કિંમતના 4 ગણા વળતર અથવા થાંભલા દીઠ 2 કરોડના વળતરની માંગ સાથે જેતપર આંદોલનને સમર્થનટંકારા : મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં હેવી વીજ લાઈનો અને થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ તેજ બન્યો છે. જેતપર ગામે ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપતા આજે 29 જૂનના રોજ ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક સંઘાણી અને મહામંત્રી દુષ્યંત ભૂત દ્વારા મામલતદાર કચેરી ખાતે અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં ખેડૂતોની લેખિત સંમતિ વિના જ ખેતીલાયક જમીનમાંથી હેવી વીજ લાઈન પસાર કરવા તથા થાંભલા ઉભા કરવાની કાર્યવાહી ખાનગી વીજ કંપની દ્વારા થઈ રહી છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી છે. કોંગ્રેસ સમિતિ ખેડૂતોના ન્યાયસંગત હકોની લડતમાં અડગપણે સાથે ઊભી છે અને જેતપર ગામે ચાલતા આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે.ખેડૂતોના હિતમાં મુખ્ય 4 માંગણીઓ રજૂ કરાઈ 1) અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનની વાસ્તવિક બજાર કિંમતના 4 ગણા વળતર ચૂકવવામાં આવે.2) જે ખેડૂતોની જમીનમાં હેવી વીજ લાઈનના થાંભલા ઉભા કરવામાં આવે, તેમને પ્રતિ થાંભલા રૂપિયા 2 કરોડનું વળતર આપવામાં આવે 3) વીજ લાઈન અને થાંભલાના કારણે જમીનના સતત ઉપયોગ બદલ અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને યોગ્ય ભાડું ચૂકવવામાં આવે.4) ખેડૂતોની લેખિત સંમતિ વિના કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે.અંતમાં, ખેડૂતોની ન્યાયસંગત માંગણીઓ સ્વીકારી તેમને યોગ્ય ન્યાય અપાવવા અને વીજ લાઈન સંબંધિત કામગીરીમાં ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Tankara #KisanAndolan #Congress #FarmersProtest #Jetpar #MorbiNews #GujaratFarmers