ટંકારા : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા મોરબી જીલ્લાના ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે ભાવનાબેન રમેશભાઈ કૈલા, મહામંત્રી તરીકે જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયા, ઉપપ્રમુખ તરીકે પુષ્પાબેન દિનેશભાઈ પીલોતપરા અને શિતલબેન રવજીભાઈ હણ, મંત્રી તરીકે દયાબેન મકેશભાઈ ઢેઢી, હિનાબેન એમ. ઢેઢી, નિતાબેન ગીરીશભાઈ ચૌહાણ અને ગીતાબેન અજયભાઈ સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે જયાબેન રવજીભાઈ જારીયાની વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..