ટંકારા : તાલુકાના નેસડા (ખાનપર) ગામે વૃદ્ધાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ટંકારા પોલીસે કાગળો કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે 65 વર્ષીય મુકતાબેન પ્રાગજીભાઈ ગોધણીએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબીની ખાનગી હોસ્પિટલમાંથી બનાવની જાણ થતાં ટંકારા પો. સ્ટે.ના એ.એસ.આઈ. એમ.કે. બ્લોચે હોસ્પિટલે પહોંચી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.