ટંકારા : ટંકારા થી મોરબી કોલેજ જવા નીકળેલી એક વિદ્યાર્થિની ગુમ થઈ હોવા અંગેની અરજી પિતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આપી છે. અરજદાર નીતિનભાઈ સુખાભાઈ રાઠોડે જણાવ્યું છે કે, તેમની દીકરી ભાવિકા રાઠોડ તારીખ 12 ઓગસ્ટના રોજ સવારે 6:30 વાગ્યે મોરબી કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ત્યારબાદ તે પરત ફરી નથી. તેમજ કોઈ ખબર કે સંપર્ક પણ થઈ શક્યો નથી. તે દિવસે 12 વાગ્યાની આસપાસથી ફોન પણ સ્વીચ ઓફ આવે છે. બપોર બાદ ઘણી શોધ ખોળ કરી હોવા છતાં તેમની દીકરીનો કોઈ અતોપતો લાગ્યો ન હતો અને ફોન પણ સતત સ્વીચ ઓફ આવી રહ્યો હોય ચિંતા પિતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને દીકરીની તાત્કાલિક શોધખોળ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.