ચાર દરવાજા પૈકી એક દરવાજો જ હયાત ,તે પણ જર્જરિત : ગઢની રાંગ અને દરવાજાની યોગ્ય જાળવણી કરવાની માંગ ટંકારા : ટંકારા શહેરની સુરક્ષા માટે બનાવેલ દિવાલ આજે અસુરક્ષિત બની ગઈ છે. ગઢનીરાંગને જર્જરિત થતાં અટકાવવા અને પુરાતત્વ વિભાગ ખાસ જાળવણી કરે એ માટે ટંકારા ના સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. મોરબી સ્ટેટે બંધાવેલ આ દીવાલના ચાર દરવાજાથી નગરમાં પ્રવેશ થતો હતો. આજે એમાનો એકમાત્ર દરવાજો જ મોજુદ તે પણ ભાંગેલ તૂટેલ હાલતમાં છે. રાજાશાહી વખતે મોરબી સ્ટેટ દ્વારા ટંકારા ને રાજધાની રૂપે વસાવા અને નદીને કાંઠે જ બનાવેલા રાણી મહેલ તથા શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગામ ફરતે ગઢનીરાંગ નામે ઓળખાતી દિવાલ બનાવવામાં આવી હતી. તે દિવાલ હાલ અસુરક્ષિત રીતે જર્જરિત હાલતમાં દુર્દશાના રૂપે પડી હોય પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતાથી યોગ્ય કાર્યવાહી કરવા ટંકારાના સામાજિક કાર્યકર હેમંત ચૌહાણ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે રજુઆતમાં જણાવ્યા પ્રમાણે ટંકારા શહેર ને ચારે દિશામાંથી સુરક્ષા મળી રહે તે માટે મહેરબાન સાહેબ મોરબી સ્ટેટ દ્વારા ખાસ બેજોડ નમુનેદાર પાણાની દિવાલનું ચણતર કરાવવામાં આવ્યું હતું જેના ચાર દરવાજા પણ મુકાયા હતા જેને લોખંડના ભાલા પણ ભેદી ન શકે તેવા મજબૂત અને નકોળ દરવાજાને આજે સમયની થપાટ લાગવાની સાથે તંત્રની આંખ આડા કાન કરવાની વૃતિ અને બેદરકારીના ભાગ રૂપે ટંકારાની ધરોહર કહી શકાય તેવી આ દિવાલ નામશેષ માત્ર જ બચી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અંદાજે ૪૦૦ થી ૫૦૦ વર્ષ જૂની આ દીવાલને સાચવવા માટે પુરાતત્વ વિભાગ પૂરતી કાર્યવાહી કરે અને અદભુત અજાયબીને નષ્ટ થતાં અટકાવે સાથે રાજાશાહી વખતના બેજોડ નમૂનારૂપ કામગીરીને હવે બચ્યું છે એટલું જીવતું રાખવા અને જર્જરિત થતાં અટકાવવી યોગ્ય છે. આ ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકમાંગ છે. આ દિવાલ ની વિશેષતા જોઈએ તો નગર પ્રવેશ માટેના ચાર દરવાજા મોરબી નાકા, નગર નાકા, ખડકી નાકા અને ઉગમણા નાકા નામથી પ્રખ્યાત છે આ દરવાજા રાત્રે બંધ થઈ જાય પછી કોઈ પણ નગર પ્રવેશ કરી શકે નહી માટે અંદર બહાર બન્ને બાજુ પહેરેદારો તૈનાત રહેતા હતા જેથી ચોરી કે દુષણખોરી કરવી તેવુ દુર સ્વપ્ન જોવુ પણ સહેલુ ન હતું સાથે ડેમી નદી કિનારે રાણી મહેલ પણ આવેલો છે જે હાલ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ પાસે છે [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='24544,24545']