ટંકારા : ટંકારામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ શાળાના બાળકો જોડાયા હતા. કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારામા રેલી યોજવામાં આવી હતી. ટંકારાની આર્ય વિદ્યાલયમની આગેવાની હેઠળની આ રેલી દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ પહોંચી હતી. જ્યા બે મીનીટ મૌન પાડવામાં આવ્યું હતું. આ તકે સરપંચ આચાર્ય રામદેવજી હસમુખભાઇ પરમાર, એમડી શાળા પરીવાર સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.