મોરબી: પી. એમ. સજનપર પ્રાથમિક શાળા, ટંકારા તાલુકામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કારેલીયા નયન જયંતિભાઈએ શાળા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નયન જયંતિભાઈએ હળવદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં લાંબી કૂદ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ પસંદગી પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ, માર્ગદર્શક શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણાના માર્ગદર્શન અને મહેનતને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારે બિરદાવી છે અને વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષિકા બહેનને અભિનંદન પાઠવ્યા છે.