ટંકારાના સરાયામાં ચૂંટણીમાં મત ન આપવાનો ખાર રાખી માર મારવામાં આવતા ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામમાં સરપંચની ચૂંટણીમાં મત ન આપવાનો ખાર રાખી યુવાનને ઉંચા અવાજે કેમ બોલશ કહી ત્રણ શખ્સોએ ઢીબી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા દિવ્યેશભાઇ કરશનભાઇ ઢેઢી, ઉ.વ.૩૧ ને (૧) પ્રવિણભાઇ કરમશીભાઇ ઢેઢી (૨) અમૃતભાઇ કરમશીભાઇ ઢેઢી (૩) જેન્તીભાઇ કરમશીભાઇ ઢેઢી બધા રહે. સરાયા તા.ટંકારા જી.મોરબી સરાયાવાળાઓએ અગુણી સરપંચની ચૂંટણીમાં મત ન આપવાનો ખાર રાખી દિવ્યેશભાઈને ટંકારા-લતીપર રોડ ઉપર રમેશભાઇ મીઠાભાઇની હોટલે ઉંચા અવાજે કેમ બોલશ કહી ભુંડા બોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ એક સંપ કરી ફરીને ઢીકાપાટુનો માર મારી છાતીના ભાગે મુઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.