ટંકારા:ટંકારા તાલુકાના સરાયા ગામને અતિવૃષ્ટિ બાદ થયેલ નુકશાન અંગે જમીન ધોવાણના નાણાં ન ચૂકવતા સમસ્ત ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આક્રમક રજુઆત કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ અતિવૃષ્ટિ બાદ ટંકારાના સરાયા ગામને જમીન ધોવાણના નાણાં ન ચૂકવવામાં ન આવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉઓરન્ટ સરાયાના ખેડૂતો દ્વારા મિતાણાના ડેમી ડેમમાંથી કેનાલ મારફતે છોડતા પાણીમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.