ટંકારા : ટંકારાના કોઠારીયા રોડ પર આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે આગામી તારીખ 30 નવેમ્બર ને શનિવારે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના પાટ પ્રસંગે આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. આ સંતવાણી કાર્યક્રમને માણવા મહંત હરીદાસ બાપુએ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.