મોરબી : મોરબીની નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડવાથી સર્જાયેલ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થવાની સાથે બે શ્રમિકો કાટમાળમા દટાઈ જવાની ઘટનામાં રાત્રે પોણા અગિયાર વાગ્યે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના મામલે સરકારને જાણ કરી હોવાનું તેમજ બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર તેમજ જવાબદારોને છોડવામાં નહિ આવે તેમ જણાવી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવી 500 કરોડ રૂપિયા પ્રોજેકટમાં બચાવના કોઈ સાધનો ન હોવા અંગે રોષ વ્યકત કરી બેદરકારી દાખવાનાર ને છોડવામા નહીં આવે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.