અષાઢી બીજે મરછુમાંની ભવ્ય શોભાયાત્રાની તૈયારી પૂર્ણ : શહેર ના રાજમાર્ગો પર ફરશે શોભાયાત્રા : જગ વિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પણ રથમા બિરાજમાન થશે ટંકારા : ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ અષાઢી બીજ ના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની રથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ત્રણ દિવસ સુધી રથયાત્રા ના દર્શનનો લ્હાવો લઇ શકશે. રથ યાત્રાની સાથે સાથે ટંકારા ના સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજે મરછુ માતાજીની શોભાયાત્રા શહેરના રાજ માર્ગ પર ફરશે. જે સવારે ૯ વાગ્યે દેરીનાકાથી શરુ થઇ દયાનંદ ચોક, ધેટીયા વાસ, ઉગમણા નાકે, લો વાસ અને અંતે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે પહોંચશે જેમાં ટંકારાની ધર્મ પ્રેમી જનતા આ શોભાયાત્રાના દર્શન કરવાનો અનેરો લ્હાવો લેશે. . તેમજ આપણી સંસ્કુતી મુજબ ગામજનો એકબીજાને હળીમળી ને અષાઢી બીજના રામરામ કરશે .