ટંકારા : ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચેતન ત્રિવેદીના પિતા રમણિકલાલ ત્રિવેદી, ઉ.૮૮, તે બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી (પત્રકાર) તથા ટંકારાના સરપંચ કાનાભાઈ ત્રિવેદીના ભાઈજી તા.૧૬/૧૨/૧૮ રવિવારે અનંતયાત્રાએ કૈલાસગમન કરી ચુકયા છે. સ્વ. રમણિકલાલ બ્રહ્મસમાજના મોભી અને પથદર્શક હતા.તેઓને સમસ્ત બ્રહ્મસમાજે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સ્વ.રમુભાઈજીનુ ઉઠમણુ તા.૧૭ સોમવારે કુબેરનાથ મહાદેવ મંદિરે,જુના બસસ્ટેન્ડ પાસે ટંકારા ખાતે રાખેલ છે. રમુદાદા વૈચારીક ક્રાંતિના જનક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પરીવારના માનવામાં આવે છે અને રાજ પરીવાર જયારે ટંકારા મહેલમા (હાલ જયા આર્યસમાજ ધમધમે છે)ત્યા મુકામ કરતા ત્યારે રમુભાઈના પિતાના હાથની જ રસોઈ જમવાનો આગ્રહ રાખતાએ વખતે પિતા ડાયાબાપા સાથે રસોઈમા હાથ બતાવતા અને રજવાડાના માનીતા રસોઈયા બન્યા હતા ટંકારાના લક્ષ્મી નારાયણ મંદિર ખાતે પણ ધણા વર્ષો સુધી પ્રસાદ તેમના હાથે જ બનાવી સેવા આપી હતી. લાંબા સમયની બિમારી બાદ આજે સવારે તેમને પ્રાણ છોડ્યા હતા.