મોરબી એલસીબી અને ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સગીરાને શોધી કાઢી ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામની સગીરા ઘરેથી કોઈને ખ્યા વગર ચાલી ગઈ હોય ટંકારા પોલીસ અને એલસીબીએ મળીને આ સગીરાને રાજોત રેલવે સ્ટેશનેથી શોધી કાઢીને તેના વાલીને સોપી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ગૌ શાળામાં નોકરી કરતા સંતોષભાઈ યાદવે પોતાની 17 વર્ષની પુત્રીનું કોઈ અજાણ્યા માણસો અપહરણ કરીને બ્લુ ગાડીમાં લઈ ગયા હોવાની પોલીસને જાણ કરી હતી. જેના પગલે ટંકારા પોલીસ અને એલસીબીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા સગીરા જાતે જ ક્રુઝરમાં બેસીને રાજકોટ તરફ ગઈ હોવાનું ખુલ્યું હતું. આ કેસને ગંભીરતાથી લઈને પોલીસે નાકાબંધી કરાવીને રાજકોટ રેલવે સ્ટેશને પણ તપાસ હાથ ધરી હતી. બાદમાં શોધખોળને અંતે આ સગીરા રાજકોટ રેલવે સ્ટેશનથી હેમખેમ મળી આવી હતી. બાદમાં પોલીસે આ સગીરાને તેના વાલીને સોંપી હતી.