ટંકારા : 'ટંકારા તાલુકા સતા સેવા મંડળ' દ્વારા 'ન્યુ વિઝન સ્કુલ'માં કાનુની શિબિર યોજીને ચિલ્ડ્રન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જજ સાહેબ એસ.એન. પુંજાણીના માર્ગદર્શન હેઠળ લીગલ એડવાઈઝર મુકેશભાઈ બારૈયા દ્વારા ચિલ્ડ્રન ડે વિશેની જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ તકે વિવિધ કાનૂની પ્રશ્નો,એની પ્રક્રિયા અને કાનૂની હક્ક અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. શાળા સંચાલક દિલીપભાઈ બારૈયા દ્વારા જજ પૂંજાણી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચિલ્ડ્રન ડે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી . મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628