ટંકારા : ટંકારા પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી મોરબી સિટી એ ડિવિઝનનો બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢી એક શખ્સની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસે તા.16 જાન્યુઆરી 2020ના રોજ ડિટેઇન થયેલ એક્ટિવાના એન્જીન ચેસીસ નંબરની ઇ ગુજકોપ પોકેટ એપના માધ્યમથી તપાસ કરતા તેનો રજિસ્ટ્રેશન નંબર જીજે 36 કે 0727 હતો. આ વાહનના માલીકનો સંપર્ક કરતા માલુમ પડ્યું હતું કે આ વાહન મોરબી એ ડિવિઝન પોલિસમાંથી ચોરી થયેલ છે. બાદમાં ટંકારા પોલીસે આ એક્ટિવા જેની પાસેથી ડિટેઇન કર્યું તે શૈલેષભાઇ ઉર્ફે સંજયભાઈ પરમાર ઉ.વ. 24ની પૂછપરછ કરતા તેની પાસે એક્ટિવાના કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી આ બાબતે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આ કામગીરીમાં પીએસઆઈ બી.ડી. પરમાર, એ.એસ.આઈ. માવાભાઈ સવાભાઈ, ફારૂકભાઈ યાકુબભાઈ, સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ. નગીનદાસ જગજીવનદાસ તથા વિજયભાઈ નાગજીભાઈ તથા કોન્સ. ખાલીદખાન, પારુલબેન ભીખાભાઈ સહિતના રોકાયેલ હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..