ટંકારા : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા રૂપિયા શોધી કાઢીને મૂળ માલીકને પરત કરીને ટંકારા પોલીસે પોલીસ પ્રજાની મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે.ટંકારાના લજાઈ ગામના ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ખીજડીયા ચોકડીએ કામ અર્થે આવતા હતા તે દરમિયાન ખીજડીયા ચોકડીએ તેઓના ખીસ્સામાં રહેલા રોકડ રૂપિયા 15 હજાર પડી ગયા હતા. તે અંગેની જાણ તેમણે ટંકારા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ શાહિદભાઈ સીદીકી તથા કોન્સ્ટેબલ બીપીનકુમાર શેરશીયા, કરણભા વસાભા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી આસપાસ તપાસ કરી હતી. તપાસમાં અરજદારનું ખોવાયેલું પાકીટ રોકડા રૂપિયા તથા અસલ ડોક્યુમેન્ટ સાથે મળી આવતા મૂળ માલીક ગોવિંદભાઈ ગોહિલને પરત સોંપ્યા હતા.