મોરબી : ટંકારા પોલીસ અને મોરબી એલ.સી.બી. દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા દાગીના, રોકડ અને ગુમ થયેલા મોબાઈલ મળીને કુલ રૂ. ૨૭,૪૨,૩૯૨ નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના હસ્તે આ મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવ્યો હતો.બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોગત તારીખ ૧૪/૦૨/૨૦૨૬ ના રોજ ફરિયાદી બહારગામ ગયા હતા ત્યારે તેમના બંધ મકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયા બાદ, એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાની ટીમે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૨૬,૦૪,૧૦૫ ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કબજે કરી હતી. નામદાર ટંકારા કોર્ટના હુકમ બાદ આ તમામ મુદ્દામાલ ફરિયાદીને પરત કરવામાં આવ્યો છે.ગુમ થયેલા ૭ મોબાઈલ પણ પરત અપાયાઆ ઉપરાંત, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અરજદારોના ગુમ થયેલા ૭ મોબાઈલ ફોન પણ પોલીસે શોધી કાઢ્યા હતા. આ ૭ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૧,૩૮,૨૮૭ થાય છે. આ ફોન પણ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ અરજદારોને સુપ્રત કરવામાં આવ્યા છે.#MorbiUpdate #TankaraPolice #MorbiPolice #TeraTujkoArpan #MorbiNews #GujaratPolice #TankaraNews #CrimeNewsMorbi