અમરેલીના લાઠી નજીકથી આરોપીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઈટંકારા (મોરબી અપડેટ) : ટંકારા પોલીસે પોક્સો એક્ટ સહિતના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા અને કોર્ટમાં હાજર ન થતા આરોપીને અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનિયા (રહે. પુજારા ફળિયું, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 363, 366, 376(2) તથા પોક્સો એક્ટની કલમ 3(A), 4 વગેરે મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુના સંદર્ભે આરોપી લાંબા સમયથી મોરબીની સ્પેશિયલ પોક્સો એન્ડ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં હાજર રહેતો ન હતો. કોર્ટ દ્વારા વારંવાર વોરંટ કાઢવા છતાં આરોપી નાસતો ફરતો હોવાથી, આખરે કોર્ટે BNSS ની કલમ 72 મુજબ તેનું ફરતું વોરંટ ઇશ્યૂ કર્યું હતું.બાતમીના આધારે પોલીસે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાંથી આરોપી રાકેશ ઉર્ફે રાહુલને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #Tankara #MorbiPolice #POCSOAct #CrimeNews #Arrest #Amreli