ટંકારા : ગત તારીખ 30 જુલાઈના રોજ મોડી રાત્રે મીતાણાના ખોડીયાર આશ્રમમાં થયેલી લૂંટનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા પોલીસે આશ્રમના મહંતને પરત કર્યો છે. મહત્વનું છે કે, મીતાણા નજીક આવેલા ખોડીયાર આશ્રમમાં તાળા તોડી ફરિયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોનાની કડી કાઢી લઈ તથા હાથમાં પહેરેલ કડુ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી 87,000 ની મતાની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા. આ અંગેની ફરિયાદ બાદ ટંકારા પોલીસે આરોપીઓને પકડીને આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ મુદ્દામાં રોકડ રકમ પૈકી અગાઉ 20,000 તથા સોનાની કડી, હાથમાં પહેરવાનું કડુ, મળીને કુલ 55,200 નો મુદ્દામાલ ફરિયાદીને સુપ્રત કરવામાં આવ્યો હતો.