CEIR પોર્ટલની મદદથી રૂ.1.42 લાખના મોબાઈલ ફોન શોધવામાં મળી સફળતા ટંકારા : ટંકારા પોલીસે તેરા તુજ કો અર્પણ હેઠળ ખોવાયેલા 8 મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાવ્યા છે. પોતાના મોબાઈલ પરત મળતા અરજદારોએ પણ પોલીસનો આભાર માન્યો હતો.ટંકારા પોલીસની ટેક્નિકલ ટીમે 8 જેટલા લોકોના ખોવાયેલ મોબાઈલ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઇલની કિંમત આશરે રૂ.1,42,497 જેટલી થાય છે. આ મોબાઈલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ટંકારા પોલીસે સાર્થક કર્યું છે. આ કામગીરીમાં ટંકારા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચાવડા, હરપાલસિંહ મનોહરસિંહ ઝાલા તથા ટંકારા સર્વેલન્સ સ્ટાફ રોકાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.