રોડ તંત્રની કામગીરી નિષ્ફળ જતા રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા માટે ટંકારા પોલીસે જાતે જ મોરચો સંભાળ્યોટંકારા (મોરબી અપડેટ) : રાજકોટ-મોરબી હાઈવે પર પડેલા મહાકાય ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા ટંકારા પોલીસે એક ઉમદા કાર્ય કર્યું છે. રોડ તંત્ર દ્વારા માત્ર માટી નાખીને સંતોષ માની લેવામાં આવતા આ ખાડાઓ વાહનોની સતત અવરજવરથી ફરીથી મોટા થઈ ગયા હતા, જેના કારણે રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયો હતો.રાજકોટ-મોરબી હાઈવે પરના મહાકાય ખાડાઓને અગાઉ રોડ તંત્ર દ્વારા માત્ર માટીથી બૂરવામાં આવ્યા હતા અને તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ હતી. ભારે વાહનોની અવરજવરના કારણે થોડા જ સમયમાં માટી ઉડી ગઈ હતી અને ખાડા ફરીથી વિશાળ બની ગયા હતા. આ પરિસ્થિતિમાં વાહનચાલકો, ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતા લોકો, ભારે પરેશાની ભોગવી રહ્યા હતા.આ સમસ્યાને ગંભીરતાથી લઈને અને કોઈપણ મોટો અકસ્માત ન સર્જાય તેવા ઉમદા આશયથી ટંકારા પોલીસની ટીમ મેદાનમાં ઉતરી હતી. અને આજ રોજ ટંકારા પોલીસે જાતે જ ખાડા બુરવાનું આયોજન કર્યું હતું અને હાઈવે પરના આ મહાકાય ખાડાઓને સિમેન્ટથી બૂરી દીધા હતા. પોલીસની આ પ્રશંસનીય અને લોકહિતની કામગીરીથી વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.#MorbiUpdate #TankaraPolice #RajkotMorbiHighway #RoadSafety #MorbiNews #Tankara #GujaratPolice