વાંકાનેરના પંચાસીયા ગામના આરોપી પાસેથી કુલ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોમોરબી: ટંકારા પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવતા, રાજકોટ શહેરમાંથી અલગ અલગ 5 મોટરસાયકલની ચોરી કરનાર એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 200000 ની કિંમતના 5 બાઈક જપ્ત કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખાનગી બાતમી મેળવી અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (ઉંમર વર્ષ 19, રહેવાસી - પંચાસીયા, તાલુકો વાંકાનેર)ને પકડ્યો હતો. તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી થયેલી 5 મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલાયા હતા. જેમાં રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 ગુના (એ પાર્ટ ગુ.ર.નં. 0185/2026 અને 0752/2025, બી.એન.એસ. કલમ-303(2)) તથા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો 1 ગુનો (એ પાર્ટ ગુ.ર.નં. 1033/2025, બી.એન.એસ. કલમ-303(2))નો સમાવેશ થાય છે. શખ્સે રાજકોટના કયા વિસ્તારોમાંથી બાઇક ચોર્યા ? ● રણછોડનગર શેરી નંબર 5/15 નો ખૂણો, કુવાડવા રોડ નજીકથી ચોરાયેલ રૂપિયા 30000 ની કિંમતનું બાઈક (નંબર-GJ-03-LE-3612, ચેસીસ નંબર- MBLHAW091K5F10285, એન્જિન નંબર-HA10AGK5F23428).● રાજકોટ પેડક રોડ, સદગુરુ જ્યોત કોમ્પ્લેક્ષ, પાણીના ઘોડા પાસેથી ચોરાયેલ રૂપિયા 50000 ની કિંમતનું બાઈક (ચેસીસ/એન્જિન નંબર ઘસાયેલ છે).● રાજકોટ હોસ્પિટલ ચોક, જામનગર રોડ પરથી ચોરાયેલ રૂપિયા 40000 ની કિંમતનું બાઈક (એન્જિન નંબર- HA10AGL5A08995).● રાજકોટ હોસ્પિટલ ચોક, જામનગર રોડ પરથી ચોરાયેલ અન્ય એક રૂપિયા 40000 ની કિંમતનું બાઈક (એન્જિન નંબર- HA10AGL5A08995).● રાજકોટ પારેવડી ચોક નજીકથી ચોરાયેલ રૂપિયા 40000 ની કિંમતનું બાઈક (ચેસીસ એન્જિન નંબર અવાચ્ય/ઘસાયેલ છે).#Morbi #MorbiUpdate #TankaraPolice #MorbiPolice #Rajkot #BikeTheft #CrimeNews #GujaratPolice