ટંકારા: ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરી થયેલા મોટર સાયકલ સાથે એક શખ્સને પકડ્યો છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મોટર સાયકલ (નંબર: GJ-20-BH-3021) પર જઈ રહેલા શખ્સને રોકીને તેના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જોકે, આ શખ્સ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો તેથી પોલીસે પોકેટકોપ/ઈ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા મોટર સાયકલના નંબર અને એન્જિન/ચેસીસ નંબર સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ મોટર સાયકલની ચોરી અંગેની ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. આ મોટર સાયકલ ગત તા. 18/11/2025 થી 19/11/2025 દરમિયાન જોધપર (ઝાલા) ગામની સીમમાંથી ચોરાયું હતું. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપી મુકેશભાઈ અભેસીંગ બસુભાઇ સંગાડાએ (ઉ.વ. 25, હાલ રંગપર (મોરબી), મૂળ - દાહોદ)ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 35,000 ની કિંમતનું એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.