રાજકોટ કોર્ટ દ્વારા કલમ 138 ના ગુનામાં સજા ફટકારાયા બાદ ફરાર આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કરાયોટંકારા (મોરબી અપડેટ) : નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના કામે સજા પામેલ આરોપીને ટંકારા પોલીસે પકડી પાડ્યો છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા દ્વારા કોર્ટ તરફથી આવતા સમન્સ અને વોરંટની બજવણી કરવા અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.એડી. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ (સ્પેશ્યલ નેગોસીએબલ કોર્ટ) દ્વારા ફોજદારી કેસ નંબર 16759/2019 ના કામે મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા (રહે. કલ્યાણપર ગામ, તા. ટંકારા, જી. મોરબી) ને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના કામે સજા ફરમાવવામાં આવી હતી. આ ગુનામાં સજા પામેલ આરોપી કોર્ટમાં હાજર ન થતા, રાજકોટ કોર્ટ દ્વારા આરોપીનું ફરતું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.આ વોરંટની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે હકીકત મેળવી હતી અને આરોપી મહેશભાઈ વાઘજીભાઈ ઝાપડા (ઉંમર 40) ને પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેને રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો છે. #MorbiUpdate #Tankara #MorbiNews #GujaratPolice #CrimeNews #TankaraPolice #RajkotCourt