ટંકારા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈટંકારા : ટંકારા પોલીસ મથકે 9 સપ્ટેમ્બરના રોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.કે. ગોહિલે સૌને અપીલ કરી હતી. હિન્દુ સમાજના ગણેશ મહોત્સવ અને મુસ્લિમ સમાજના ઇદ-એ-મિલાદુન્ન્બીનાની ઉજવણીના ભાગરૂપે 9 સપ્ટેમ્બરે ટંકારા પોલીસ મથકે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં હિંદુ સમુદાયના આગેવાનમાં ભુપતભાઈ ગોધાણી, રશ્મિકાંતભાઈ દુબરીયા, કાનાભાઇ ત્રીવેદી, હેમંતભાઈ ચાવડા, હમિરભાઈ ટોળીયા, મુકેશભાઈ ગોસ્વામી, રમેશભાઈ રબારી, જુવાનસિંહ ઝાલા તથા મુસ્લિમ સમાજના આગેવાનોમાં આમદભાઈ નુરાભાઈ માડકીયા, હબીબભાઈ અબ્રાણી, ફિરોજભાઈ ઉઠમણા,વ ઇબ્રાહિમભાઈ મેસાણીયા હાજર રહ્યા હતા. બન્ને તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ એકબીજા પ્રત્યે ભાઇચારાની લાગણીથી તહેવારોની ઉજવણી કરવા સુચના આપવામાં આવી હતી. તદ્ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વાય. કે. ગોહિલે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજોની અવગણના કરી ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સ્થપાય રહે તેવી સુચના આપી હતી. તેમજ એકબીજાના ધર્મની લાગણી ન દુભાય તે રીતે વર્તી તહેવારોની ઉજવણી કરવા અપીલ કરવામા આવી હતી.