મોરબી કલેક્ટરે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા ટંકારા પોલીસે રાજકોટથી 27 વર્ષીય આરોપીની અટકાયત કરીટંકારા (મોરબી અપડેટ) : મોરબી જિલ્લામાં દારૂની બદીને ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાએ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી અખતર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરા (ઘાંચી) (ઉંમર 27, રહે. આમ્રપાલી ફાટક પાસે, નહેરૂનગર-02, રાજકોટ) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. આ દરખાસ્તને ધ્યાનમાં લઈને કલેક્ટર દ્વારા આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.પાસા વોરંટ ઇશ્યુ થતા આરોપીની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે આજરોજ તારીખ 15/08/2026 ના રોજ રાજકોટના આમ્રપાલી ફાટક પાસેથી આરોપી અખતર ઉર્ફે ભાણોની અટકાયત કરી હતી. આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરીને ટંકારા પોલીસે તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે હવાલે કર્યો છે.#Morbi #MorbiUpdate #Tankara #MorbiPolice #TankaraPolice #PASACriminal #BootleggerArrested #VadodaraJail #GujaratPolice #CrimeNews