ટંકારા : ઓણસાલ કુદરતની મહેર કહો કે કહેર કહો ટંકારા પંથકમાં થયેલા ચિક્કાર વરસાદને પગલે કુવા ઉભરાઈ રહ્યા છે અને ધરતી જાણે દુજતી હોય તેમ ઠેર ઠેર ખળ ખળ કરતા ઝરણાં વહી રહ્યા છે.ધરતી માતા નવા સૃગાર સજી વાતાવરણ ને આહલાદક બનાવી રહ્યા છે. કુવાના તળ ખેતર ના પડ સુધી ઉભરી આવ્યા સાત પેઢી ને ન સાંભળે કે અષાઢી મહીને ધરતી તરબોળ થઈ ધરો દુજવા લાગે પરંતુ આ હકીકત ટંકારા તથા પંથકમાં ઠેક ઠેકાણે જોવા મળે છે કુવા બોર અને વિળા માથી પાણી રિતસર ઉભરાઈ ને બહાર નીકળી રહ્યું છે અને વરસાદ રહી ગયા ના સાત દિવસ પછી પણ જમીન દુજતી હોય તેમ સતત પાણી નો વહેણ ચાલુ છે કુવા ના તળ તો જમીન બરાબર આવી ગયા છે અને ખોબો ભરી પાણી પી શકાય આવુ તો હજારો વર્ષ બન્યુ હશે તેવુ ખેડુતો કહી રહ્યાં છે વરસાદ ની હેલી પછી બળદ ની બેલી વરસાદ પછી ધરતી પુત્રો સાથે બળદ પણ ગીહે જુતી વળાપ નીકળ્યા બાદ સાતી ના કામે લાગી ગયા છે. ખેડુત સાથે બળદ પણ આળસ મરડી બેલી હકારી રહા છે અને વધારાનું ઘાસ કાઢી ધરતી ને કાળી જેબાર જેવી કરી દેશે. ટ્રેક્ટર અને કટર ના આધુનિક યુગમાં પણ આ બળદે તેનુ માન અને મરતબો જાળવી રાખ્યો છે અને આજે માણસ માત્ર આળસુ થતો જાય છે ત્યારે કાંડા ના બળે જાત મહેનત કરનાર નુ અસ્તિત્વ ક્યારેય ભુસાતુ નથી નો બોધ આ બળદ આપી જાય છે મોલની મરામત માટે મથામણ કરતા જગતતાત ટંકારા શહેર ને એકાદ માસ માટે મેધરાજા મહેર કરી ગુજરાતના સરકારી ચોપડે વરસાદમાં નં 1 પર ચિતરી દઈ અડધી સદી ફટકારી દીધી છે અને હવે ખેડુતો પોતાના ખેતરે વાવેલું અને ઉગેલુ જે પાણી પ્રકોપ થી બચ્યું છે તેને જીવતું રાખવા યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. બિયારણ સાથે ધરતી ના પેટાળ માથી ધાસ ને ખળ ને દુર કરવા નિદામણ કરી મોલ ની મરામત કરતા ધરતી પુત્રો નજરે પડે છે શ્રાવણનો કુદરતી શ્રુગાર વનવગડા ખિલી ઉઠયા ભારે વરસાદ થી મેધરાજા એ હવે વિદાય લીધી છે અને ઉધાડ નિકળ્યા બાદ વન વગડા ખિલી ઉઠયા છે કુદરતની આ અદ્દભુત કલા પગ ને થોભાવી દે છે. હિમાલય ના ડુગરો ની જેમ ટંકારા સિતળા માંની ધારે ધરતી સોળ કળાએ ખીલી છે અને શ્રાવણ માસ મા અલગ શ્રુગાર સજ્યો છે ગૌ ચર ચરવા ચાલી ધરતી માતા એ તેના પર લીલી ચુદડી ઓઢી હોય તેમ વરસાદ બાદ સુર્ય નારાયણ દેખા દેતા ખરાબા ધાર અને ખેતરો મા ધાસ ની લીલી જાજમ પથરાયેલું દ્રશ્ય આખો ને તો ઠંડક આપેજ પણ એક મહીના સતત ધાબેળ વચ્ચે ધરે ખિલા સાથે બાંધી રખાયેલી ગૌ માતા હવે ખેતરો ને સેઢે પાળીયે ચરવા નીકળી પડી છે અને મુખ મુદ્દા પર લીલા ધાસ જોઈ હરખાતી નજરે પડે છે.