સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ટેલિફોનિક પ્રચારમાં મતદારે રોકડું પરખાવ્યું ટંકારા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાત થોડી વેશ જાજા જેવી સ્થિતિમાં ભાજપે ટેલિફોનિક પ્રચાર હાથ ધરી મતદારોને વ્યક્તિગત ટેલિફોન કરવામાં આવી રહ્યો છે પરંતુ ટંકારા પંથકમાં ભાજપને ટેલિફોનિક પ્રચાર ભાર પડી રહ્યાનું વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે અને મતદાર આ બેઠકના જિલ્લા પંચાયતના ઉમેદવારને જોયા ન હોવાનું જણાવી પેટ્રોલના ભાવ વધારા અને માસ્કના દંડ મુદ્દે ટેલીકોલરનો રીતસરનો ઉધડો લેતા આગામી ચૂંટણીમાં પેટ્રોલ અને માસ્કનો દંડ ભાજપને નડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે. આગામી તા.28ના રોજ યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણીમાં ભાજપ દ્વારા હાઈટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને વ્યક્તિગત ફોન કરી મત આપવા વિનંતી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લા પંચાયતની ટંકારા બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા સંજય ભાગીયાએ પણ પોતાનો આવો હાઈટેક પ્રચાર શરૂ કરતા એક મતદાર રીતસર વિફર્યા હતા અને ભાજપે કોરોનાકાળમાં બેકાર બનેલા લોકો પાસેથી હજાર-હજારના દંડ ઉઘરાવ્યા અને રોજે રોજ 25-30 પૈસા પેટ્રોલમાં વધાઈ રહ્યા છે તો ભાજપને મત કેમ આપવો તેવો વેધક સવાલ કરી ટેલિફોન કરનાર મહિલાનો રીતસર ઉધડો લીધો હતો. ઉપરાંત ટંકારામાં ચૂંટણી ટાઈમે જ આઠ-દસ કાર્યાલય ખુલતા હોવાનું જણાવી ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર સંજય ભાગીયાને મતદાર ઓળખતા ન હોવાથી આવા ફોન નહીં કરવા પણ કહ્યું હતું,ભાજપના ટેલિફોન પ્રચારક મહિલા અને આ મતદારનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. https://www.youtube.com/watch?v=e8teTlSs0sQ&feature=youtu.be