ચાલુ વર્ષે અનેક હતભાગી પરીવારનો ખભો બની આ શબ વાહિની : રોડ પર થતા અકસ્માતમા સૌથી વધુ ઉપયોગ ટંકારા : ટંકારા તાલુકામા આવતા 45થી વધુ ગામડામા જ્યારે પણ અકસ્માત કે અન્ય કોઈ બનાવમા સ્વજનનુ મોત થયા બાદ તેને અંતેષઠી માટે માદરે વતન પહોચાડવા માટે ટંકારા પટેલ સમાજ એસોશીયેશન સંચાલીત શબ વાહિની મદદ રૂપ બની છે ચાલુ વર્ષે અનેક હતભાગી પરીવાર નો ખંભો બની તાત્કાલિક ધોરણે સેવા આપી છે. આ ગાડીની વિશેષતા એ છે કે મૃતકની જ્ઞાતી કે જાતી જાણ્યા વગર સ્વજનના એક ફોનથી ગાડી હાજર થઇ જાય છે. તેમજ ડ્રાઈવર અને સાફસૂફી માટે આવનાર માણસ સહિતના પટેલ સમાજના યુવાનો પગાર લીધા વિના સેવા આપે છે. શબવાહિની માટે કોઈ ભાડુ પણ નક્કી કર્યું નથી. માટે વગર ભાડે એટલે કે ગાડીના મેન્ટેનસ ખચૅ પેટે યથાશક્તિ પ્રમાણે જે આપવું તે આપવાનુ રહે છે. વધુ વિગત માટે અથવા જરૂરિયાત સમયે સેવાનો લાભ લેવા રમેશભાઈ વાધગઢ વાળાને મો. 95125 88043 સંપર્ક કરવો, એવું પટેલ સમાજ એસોશીયેશનના નાનજીભાઈ મેરજાએ યાદીમાં જણાવ્યું છે.