ટંકારા : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે વીજપોલ નાખવા બાબતે બિનરાજકીય ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે ટંકારા પટેલ સમાજ એસોસિએશન દ્વારા પણ આ આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે.ટંકારા પટેલ સમાજ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ પટેલે જેતપર (મચ્છુ) આંદોલન સમિતિને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર, જેતપર (મચ્છુ) મુકામે વીજપોલ બાબતે બિનરાજકીય ખેડૂતો દ્વારા ચાલતા આંદોલનમાં એસોસિએશન પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. વધુમાં, આ આંદોલનને સફળ બનાવવા માટે આંદોલન સમિતિ ભવિષ્યમાં જે પણ નિર્ણય લેશે, તેમાં પટેલ સમાજ એસોસિએશન-ટંકારાનો પૂરેપૂરો સાથ અને સહકાર રહેશે તેવી ખાતરી પણ પ્રવીણભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Jetpar #Tankara #PatelSamaj #FarmersProtest #GujaratNews