ટંકારા : ટંકારા પટેલ સમાજ એસો. ની મિટીંગ પ્લેન દુર્ધટના અનુસંધાને મુલતવી રાખવામાં આવી છે. એકત્રિત થયેલ સભ્યોએ શોક વ્યક્ત કરી શ્રંધ્ધાજલી આપી હતી. ઉપરાંત એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ લો, ઉપપ્રમુખ પરેશ ઉજરીયા, મહેશ રાજકોટિયા, મંત્રી વિજય પટેલ, નાનજી મેરજા સહિતનાએ સર્વે સભ્યોને જણાવ્યું હતું કે આજની મિટિંગ અને ભોજન વ્યવસ્થા પ્લેન દુર્ઘટનાને કારણે મુલત્વી રાખેલ છે. આગામી દિવસોમાં નવી તારીખે કારોબારી સભ્ય અને મંડળની મિટીંગ મળશે. વધુમાં ટંકારા પટેલ સમાજ એસોસિએશનના મહેશ રાજકોટિયાએ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે ટંકારા સાથેના તેઓના સંસ્મરણો વાગોળતા ગુરૂકુલ ખાતે દયાનંદ કોલેજ ઉપરાંત રાજકોટ - મોરબી ફોર લેન રોડને યાદ કરીને દુર્ધટનામાં મુત્યુ પામેલ તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.