ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક સાફ થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો ટંકારા : ટંકારા પંથકને મેઘરાજા રીતસર ધમરોળી નાખ્યું હતું.જોકે ગત 23 અને 24 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે મોટાપાયે પાકને થયેલી નુકશાનીની હજુ ખેડૂતોને કળ વળી ન હતી.ત્યાંજ ફરી ગઈકાલે મેઘરાજાએ ફરી કહેર વરસાવ્યો હતો.આથી ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક સાફ થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.ટંકારા પંથકમાં સતત મેઘપ્રકોપને કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે. ટંકારા પંથકમાં આ વર્ષે પણ અતિવૃષ્ટિ સર્જાઈ છે.હાલ ચોમાસાની સીઝનમાં ટંકારા પંથકમાં અત્યાર સુધીમાં દે ધનાધન 50 ઈચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.આમ છતાં મેઘરાજા અટકવાનું નામ ન લેતા હોય એમ સતત આકાશી આફત વરસાવી રહ્યા છે.હવેનો વરસાદ ખેડૂતો માટે આફત સમાન.પુરવાર થઇ રહ્યો છે.જોકે થોડા સમય પહેલા ટંકારા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.જેથી ખેતરો ધીવાઈ જતા મોટાપાયે પાકને નુકશાની થઈ હતી.મેઘરાજા આટલેથી જ ન અટકતા હોય તેમ ગઈકાલથી ફરી કહેર વરસવાનું શરૂ કર્યું છે.ટંકારા પંથક ફરી ભારે વરસાદ પડતાં ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે. ખેડૂતોએ મોંઘા દાંટ બિયારણ ,દવા ,ખાતર અને કાળી મજૂરી કરીને સારી ઉપજ મેળવવા હોંશે હોંશે વાવેતર કર્યું હતું.પણ સારી ઉપજ મેળવવી ખેડૂતોના નસીબમાં જ હોય તેમ જગતાંતની આશા પણ મેઘરાજા પાણી ફેરવી નાખ્યું છે.સતત વરસાદને પગલે ખેતરોમાં નદી વહી હોય એટલી હદે પાણી ભરાયા છે.મગફળી ,તલ ,કપાસ સહિતના પાકોને મોટી નુકશાની થઈ છે.તેમજ ભીડી ,કોથમરી ,ગુવાર ,કોબીચ , ફ્લાવર, ટામેટા સહિતના શાકભાજીઓનો પાક પણ સાફ થઈ ગયો છે.આથી ખેડૂતોને નફાની વાત બાજુએ રહી પણ આર્થિક રીતે પાયમાલ થવાની નોબત આવી છે.શાકભાજીનો બળી જતા ગૃહીણીનું બજેટ ખોરવાયું છે.આથી ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.