ટંકારા : સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.એસ.સી સેમ.6નું 49% પરિણામ આવ્યું છે ત્યારે ટંકારાની ઓ.આર.ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજનું 95% જેટલું ઊંચું પરિણામ આવતા ફરી એકવાર કોલેજની વિદ્યાર્થીનીઓએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં સૌ.યુનિ. દ્વારા લેવાયેલી બી.એસ.સી. સેમ 6ની પરીક્ષામાં ઓ.આર.ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજનું 95 % જેટલું ઊંચું પરિણામ આવતા કોલેજે દર વર્ષે અવ્વલ્ રહેવાની તેની પરંપરા જાળવી રાખી છે. બી.એસ.સી.સેમ 6ના જાહેર થયેલા પરિણામમાં ધર્મી દલસાણીયા 94.91% માર્ક મેળવી કોલેજમાં પ્રથમ રહ્યા છે. જ્યારે ડોલી ચનિયારા 94.73% સાથે મેથેમેટિક્સમાં દ્વિતીય, ડેનિશા સવસાણી 84.36% માર્ક સાથે કેમેસ્ટ્રીમાં પ્રથમ તથા મનાલી ભલસારા 82.36% માર્ક સાથે દ્વિતીય, ટીંકલ ભાગીયા 77.45% માર્ક સાથે માઇક્રો બાયોલોજીમાં પ્રથમ તથા નેહા કારોડિયા 75.09% સાથે દ્વિતીય, કાજલ રાજપર 89.45% સાથે ફિઝિકસમાં પ્રથમ તથા મમતા પાંચોટીયા 89.09% સાથે દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અતુલ માકાસણા અને મંત્રી ધનજીભાઈ ઝાલરિયાએ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.