ધુમાડા ના ગોટેગોટા થી લોકોના ટોળા ઉમટી પડ્યા ટંકારા : ટંકારના લતીપર ચોકડી નજીક આજે અલ્ટો કાર અચાનક ભડભડ સળગી ઉઠતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થવા પામી નથી. જાણવા મળ્યા મુજબ ટંકારાના તાલુકા પંચાયત વાળા રોડ ઉપર દયાનંદ હોસ્પિટલ સામે આજે સવારે સોપારીના વેપારીની અલ્ટો કારને આગ લાગતા થોડી વારમાં નાસભાગ મચી ગઇ હતી. આ આગની ઘટનાને પગલે લતીપર ચોકડી નજીક આવેલા અન્ય વેપારી પાણીની ડોલ સાથે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ અલ્ટો કાર સોપારીના વેપારી ભુપેન્દૃભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16398,16399,16400']