ટંકારા : ટંકારા - પડધરી રોડ પર બાઇક લઈને જઇ રહેલા બે યુવાનોના બાઇક આડે કૂતરું ઉતરતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પડધરીથી ટંકારા તરફ આવી રહેલા શ્રીરામ ભગવાનજીભાઇ સોલંકી રહે.હાલ ખોડીદાસભાઇ ની વાડી એ કાગદળી વાળા મો.સા રજી નંબર- જીજે.૦૩.જેકે-૦૩૧૬ લઈ જઈ રહ્યા હતા ત્યારે નેકનામ નજીક કુતરુ આડુ પડતા વધુ સ્પીડ ના કારણે મો.સા પર નો કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતને કારણે મોટર સાયકલ પાછળ બેઠેલ વિક્રમસિંહ ઉર્ફ કાળુ પ્રભાકરસિંહ રાઠોડને માથાના ભાગે તથા શરીરે અન્ય ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.