ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા યુવાન પર મહિલા સહિતના પાંચ શખ્સોએ ધારીયા વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ ટંકારાના નેકનામ ગામે રહેતા અશોકભાઈ મોહનભાઇ જાદવ ગઈકાલે સાંજે પોતાના ઘેર હતા ત્યારે સંજય માવજી જાદવ, વિજયાબેન માવજી જાદવ અને માવજી કરશન જાદવ સહિતના અજાણ્યા બે શખ્સોએ ધારીયા વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયેલા અશોકભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.