ટંકારા : ટંકારામાં નર્મદા રથયાત્રાનો આજે બીજા દિવસે પણ અમુક ગામોમાં વિરોધ કરવામાં આવ્યો છે. નર્મદા રથયાત્રા સાથે આવેલા ધારાસભ્યને સવાલોની છળી વરસાવી હતી. જયારે મિતાણા ગામે મિઠો આવકાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કલેકટર દ્વારા લોકોને તમામ યોજનાની માહિતી આપી હતી. ગામડા ખુદી નર્મદા રથયાત્રા મુખ્ય હેતુને લઈને મહોત્સવના રંગે રંગાઈ ગયુ છે. નર્મદા રથયાત્રાનો તો ક્યાંક વિરોધ તો ક્યાંક આવકાર આપવા લોકો ઉમટી પડ્યા હતા. હરીપર ભુતકોટડા ગામોમાં અણ ઉકેલ પ્રશ્નો જેવા ગામના મુખ્યમાર્ગો જે ઘણા સમયથી બિસ્માર છે જેની મરમત કરવા મંજૂરી પણ મળી ગઇ છે છતાં પણ તેના કામો શરૂ કરવામાં આવ્યા નથી.તેમજ પાણી સમયસર મળતું નથી. તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોએ ધારાસભ્ય બાવનજી મેતલિયા સહિત આગેવાનો સામે પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી હતી. આ સાથે હાર્દિક પટેલની ધરપકડ બાબતે પણ રજૂઆત કરવામાં અવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10412,10413,10414,10415']