હું નર્મદામૈયાની મર્યાદા સાચવવા ગયો હતો : કોંગ્રેસના વિક્રમસિંહની સ્પષ્ટતા ટંકારા : એક તરફ ટંકારાના ગામડા મા છેલ્લા ત્રણ દિવસથી નર્મદા મહોત્સવ ને કયાક આવકાર તો કયાક વિરોધ થઇ રહ્યો છે ત્યારે ટંકારાના કદાવર નેતા અને ક્ષત્રિય સમાજ ના અગ્રણી વિરવાવ થી તાલુકા પંચાયતના કોગેસના સભ્ય વિક્રમસિંહ નર્મદા રથ કાર્યકમ મા ઉપસ્થિત રહ્યા હોય અને આવકાર સાથે આરતી પણ ઉતારી હોવાના ફોટા વાઈરલ થયા છે. ભાજપ નેતા સાથે કોગેસ નેતા થી રાજકારણ ગરમાવો આવી ગયો છે ટંકારા તાલુકા પંચાયતમા ભાજપને એક પણ સિટ નથી ત્યારે શુ થશે ભાજપ ને વિરોધપક્ષ માથી જ વિરોધ પક્ષના નેતાતો નથી મળી ગયાની કોમેન્ટ શરુ થઈ હતી. જોકે વિક્રમસિંહ સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મારા ગામે આવેલ રથની મર્યાદા અને મીત્રોની લાગણીનુ માન રાખવા ત્યાં ગયાનુ જણાવ્યું હતું અને હુ કોંગ્રેસમાં જ છું અને કોગ્રેસ માજ રહીશ. તેવુ મોરબી અપડેટ સાથેની વાતચીતમા જણાવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10500,10502,10498,10499,10501']