ટંકારા પોલીસના ૧૫ જવાનો દ્વારા બબ્બે કલાકની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર ફોરલેન રોડ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે સાંજે સાત વાગ્યેથી ટંકારા નજીક અનસ હોટલ પાસે ટ્રાફિક જામ સર્જાયા બાદ પોલીસની સતત બે કલાકની જહેમત બાદ રાત્રે ૯ વાગ્યે ટ્રાફિક જામ ખુલ્યો છે. ટંકારા પીએસઆઇ ચૌધરીના જણાવ્યા મુજબ અનસ હોટલ નજીક રોડ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયા બાદ ટંકારા પોલીસ મથકના ૧૫ જવાનો દ્વારા સતત ૨ કલાક સુધી ટ્રાફિકજામ નિવારવા કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં ટ્રાફિક ખુલતા મોરબી અને રાજકોટ તરફ સર્જાયેલ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક પૂર્વવત થતા લોકોએ રાહત અનુભવી છે.