ટંકારા : ટંકારા ના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઈકો કાર અને આઇસર સામ સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારના ડ્રાઇવરને ઈજા પહોંચી હતી જો કે અકસ્માત સર્જી આઇસરનો ડ્રાઈવર અકસ્માત બાદ નાસી ગયો હતો બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ઈકો કાર નં જી જે ૩૬ બી ૯૭૭૪ મોરબી તરફ જતી હતી ત્યારે સામેથી આવતી આઇસર ટ્રક સાથે સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકોના ચાલક તેજસ રામભાઈ મોરબીવાળા ને ઈજા પહોંચી હતી બનાવ અંગે ૧૦૮ ને જાણ કરાતા પાઈલોટ રાજુ દુબરીયા દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28458,28459']