ટંકારા : ટંકારા પંથકને ગઈકાલે મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો અને ગઈકાલે એકધારા 15 ઈંચ જેવો ભારે વરસાદ થતાં સમગ્ર ટંકારા પંથકમાં જળમગ્ન બની ગયું હતું.ઠેરઠેર તારાજી થઈ હતી. ત્યારે ટંકારા તાલુકાના ઉમિયા નગર ગામનું તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદમાં તૂટ્યું હતું અને તળાવના પાણી આજુબાજુમાં ફરી વળતા ભારે ખાના ખરાબી થઈ હતી. તળાવના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં હતા અને હજુ પણ પાણી ભરાયેલા હોવાથી પાણી ઓસરી ગયા બાદ નુક્શાનીનો આકડો જાણવા મળશે. [gallery ids='65650,65651,65652,65653,65654']