ટંકારા : ટંકારના જામનગર રોડ પર આવેલ પ્રભુચરણ આશ્રમ ખાતે આજથી નવ દિવસ અખંડ રામધૂન શરૂ થઈ છે. ટંકારા તેમજ આજુબાજુના ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ બનેલા કલ્યાણપર નજીકના પ્રભુ ચરણ આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવરિટી ચાલે છે જેમાં તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજથી વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે નવ દિવસીય અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા જગ્યાના મહંત પ્રભુચરણ દાસજીએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.