ટંકારા : ટંકારા ના ઓટાળા ગામે ટ્રેક્ટર ની લારી નિચે આવી જતા દોઢ વર્ષની ભરવાડ બાળકીનુ મોત નીપજ્યું હતું. રમતી બાળકીને ક્ષણભરમાં જ કાળ ભરખી જતા ગામમાં અરેરાટી વ્યાપી છે. ધટના ની મળતી વિગતો મુજબ ઓટાળા ગામે રહેતા ભરવાડ રમેશ ગોલતર ની દોઢ વર્ષ ની લાડકવાઇ દિકરી સવારે રમતા રમતા શેરી મા ઊભુ રાખેલ ટ્રેક્ટર ની લારી નીચે ધુસી જતા અને ટ્રેક્ટર ચાલક એ અજાણતા ટ્રેક્ટર ચાલુ કરતા બાળકી નુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું trektar niche aavi jata balki nu mot