મોબાઈલ કંપનીના ટાવરની બેટરી ચોરાતા ફરિયાદ ટંકારા : ટંકારામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી મોબાઈલ ટાવરમાંથી એક, બે નહી પરંતુ એક સાથે ૪૮ બેટરીની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા ટંકારાના મિતાણા ગામે અજાણ્યા તસ્કરો મોબાઇલ કંપનીના ટાવરની જુની બેટરી નંગ-૨૪ જે રૂમમા રાખેલ જે રૂમનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી બેટરીઓ નંગ-૨૪ ની ચોરી થયેલ તેમજ બાજુમા ખુલ્લા બેટરી સ્ટેન્ડમા રાખેલ ટાવરની બેટરી નંગ-૨૪ એમ કુલ બેટરી નંગ-૪૮ કી.રૂ ૧૫૦૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા. આ મામલે દીનેશસિંહ શામસિંહ રાજપુત ઉવ.૪૭, રહે.રાજકોટ જંકશન પ્લોટ ગેબનશા દરગાહની પાસે ગોવર્ધન એપાટમેન્ટ બ્લોક નં-૧૦૩ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધ્યો છે.