નામાંકિત તબીબોએ વિનામૂલ્યે સેવા આપી ટંકારા (મોરબી અપડેટ): માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યના ભાગરૂપે ટંકારા મુકામે આવેલ એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ટંકારા મિત્ર મંડળ દ્વારા એક વિશાળ 'નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબીના જાણીતા સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ હાજરી આપીને દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પમાં ટંકારા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કુલ 231 દર્દીઓએ આ કેમ્પનો પ્રત્યક્ષ લાભ લીધો હતો.કેમ્પમાં નીચે મુજબના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી:ડો. ભૌમિક કે.સરડવા – એમ.ડી. (મેડીસીન), ક્રિટીકલ કેર નિષ્ણાંત (એથિકસ હોસ્પિટલ અને આઇસીયુ)ડો. ઋષિ વાંસદડીયા – એમ.એસ. (જનરલ સર્જન) (સ્ટાર સર્જિકલ એન્ડ ઇમેજિંગ સેન્ટર)ડો. દિવ્યેશ જેતપરીયા – એમ.એસ. (ઓર્થોપેડીક), ઓર્થોસ્કોપિક સર્જન (મંત્ર ઓર્થોપેડીક હોસ્પિટલ)ડો. દીપ ભાડજા – એમ.ડી. (સાયકિયાટ્રી), મનોચિકિત્સક નિષ્ણાંત (મન હોસ્પિટલ)ડો. નિધિ બી.સરડવા – એમ.ડી. (માઇક્રોબાયોલોજી), લેબોરેટરી સ્પેશિયાલિસ્ટ (માઇક્રોકેર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી)ડો. કલ્પેશ રંગપરીયા – ચામડીના રોગના નિષ્ણાંત (ત્વચા સ્કીન હોસ્પિટલ)ડો. અંકિતા કાંજીયા – ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) (નક્ષત્ર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ)ડો. આનંદ ભટાસણા – એમ.એસ. (ENT - કાન, નાક, ગળાના સર્જન) (આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ)ડો. તન્વી એ.ભટાસણા – (PT) MPT NEURO, કસરતના નિષ્ણાંત ડોક્ટર (આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ)આ સેવાકીય યજ્ઞને સફળ બનાવવા માટે ટંકારા શહેર અને તાલુકાના નામાંકિત રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મિત્ર મંડળના સેવક સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા સાચવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ટંકારા મિત્ર મંડળના સુકેતુ રાવલ (ભોપલીભાઈ) અને પ્રતિક આચાર્ય (લાલાભાઈ) સહિતના સભ્યોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થયો હતો.#Tankara #MedicalCamp #MorbiUpdate #MorbiNews #TankaraMitraMandal #FreeHealthCamp #GujaratNews #Healthcare